STORYMIRROR

Shaurya Parmar

Romance Classics

2  

Shaurya Parmar

Romance Classics

થોડી શાહી

થોડી શાહી

1 min
13.2K


તારી આંખોને આમ નજીક લાવ, 

કલમમાં થોડી શાહી પુરવી છે, 

મનમાં જાગેલા તોફાનોને એકઠા કરી,

નવી ભાત ચીતરવી છે..

તું બેઠી હોવ અને,

હું પાછળથી આવી તારી આંખોને બંધ કરું, 

પછી હા...ના...હા...ના... કરી,

આજે તો તને છેતરવી છે,

એ બહાને નજીક રાખી તને, 

સુગંધ શ્વાસોમાં સંઘરવી છે..

મને ઓળખીને તું ખોલે આંખો, 

અને નજરથી નજર એક થાય,

પછી તો,

સીધી જ તારા હૈયા પર થાય હુકુમત, 

એવી કંઈક જાદુગરી કરવી છે..

આ કલમ સુકાઈ જાય,

તે પેહલાં તારી આંખોને થોડી નજીક લાવ, 

થોડી શાહી પુરવી છે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance