થઈ હશે
થઈ હશે


દિલ ને શું દિલથી
ફરિયાદ, થઈ હશે ?
તારી સાથે મુલાકાત,
તેથી ખાસ થઈ હશે !
વાદળને, ગગનથી
શું, વાત થઈ હશે ?
હેલી હેતની, તેથી
વરસાદ થઈ હશે !
ભ્રમર ને ફૂલની શું,
મુલાકાત થઈ હશે ?
સગંધ તો જ ફૂલની,
એમ ખાસ થઈ હશે !
શબ્દોને શું વાક્યથી,
દલીલ થઈ હશે?
તેથી જ મારી કવિતા,
આમ ખાસ થઈ હશે !