તહેવારોનો સંગમ
તહેવારોનો સંગમ
અષાઢી બીજનું પર્વ લાવે હર્ષ-ઉલ્લાસ,
મૂકે લાપશીના આંધણ ને વાવણી ખાસ,
કૃષ્ણ સંગ બલરામ અને સુભદ્રા સવારી
રાજપથ પર રથયાત્રા લાવે હર્ષ-ઉલ્લાસ,
કચ્છી માડુ મનાવે હર્ષ-ઉલ્લાસ,
નવું નૂતન વર્ષ લાવે હર્ષ-ઉલ્લાસ,
ઊડે ગુલાલ ને મીઠાઈનો રસથાળ
કચ્છમાં જોમ લાવે હર્ષ-ઉલ્લાસ,
આવ્યો છે રૂડો અષાઢી નવરાત્રીનો તહેવાર,
રમે ગરબે સૌ કરે તપસ્યા નવરાત્રીનો તહેવાર,
થયો છે ત્રિવેણી તહેવારોનો અદભૂત સમન્વય
કચ્છી નવું વર્ષ, રથયાત્રા, ને નવરાત્રીનો તહેવાર.
