Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KALSARIYA PRAKASH N.

Inspirational

4.5  

KALSARIYA PRAKASH N.

Inspirational

તહેવાર

તહેવાર

1 min
472


રમજાન ઈદ, હોળી, દિવાળી,એ બધો વ્યવહાર છે,

પણ માનવતા વાવીને માનવ ઘડે તેથી તહેવાર છે.


ભારતની સંસ્કૃતિ ન્યારી,ઉત્સવોની થાય ઉજાણી,

વિવિધતા ઘણી અહીંયા, પણ એકતાય ધારદાર છે.


ધર્મના નામે ભડકા બળે, મંદિર અને મસ્જિદ લડે,

દુષણો અનેક અહીંયા છતાં લોકો ખૂબ ઉદાર છે.


દુનિયાના દેશે નકાર્યો, 'મદારીનો દેશ' નામે ઉચાર્યો,

પણ જાણે સૌ કોઈ દેશનું અગમ ઘણું દમદાર છે.


હર તહેવારો ધામધૂમથી, ઉજવાય છે મારા દેશમાં,

ને હર તહેવાર પાછળનું વિજ્ઞાન ઘણું અસરદાર છે.


આ ઉત્સવ પ્રિય દેશના, ઉત્સવી લોકો વફાદાર છે,

દેશની સંસ્કૃતિ જ 'યાદ', આ દેશની વારસદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational