STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

થાશું ધન્ય યુવા જગ ભેરું

થાશું ધન્ય યુવા જગ ભેરું

1 min
16

ડગ દીધા છે યુવા ઉંબરે

ન ખપે પાછું જગે પડવું,


લડવૈયા આ નવાયુગના

ન હવે રે ખોબલે સમવું,

થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)


દઈશું ડેરા ગ્રહ મંડલે

નભ થાશે આંગણ ન્યારું,

મઢશું મારી ધરા ઉમંગે

લક્ષ્ય કોટિ સપનું પ્યારું,

થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)


યુગ કોતરશું વિજ્ઞાન નયને

જગને દેશું કઈંક અનેરું,

ઘડવા ભાવિ નિત વિહરશું

ન હશે કોઈ ધરણશુ ધનેરું,

થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)


સુખદાયી હો સકલ જગ આ

હર મોસમ હો ખુશ્બુ સમંદર

દૈવી ઉર્જા દે સુખ સુપેરુ

થાશું ધન્ય યુવા જગ ભેરું(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational