STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance Thriller

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance Thriller

તેજ તણખાં

તેજ તણખાં

1 min
22.7K




આંખોમાં તેજ તણખા સરેઆમ રાખું છું,

ને ઘરના આંગણામાં જ સ્મશાન રાખું છું,


તમે આવો કે ન આવો સપનામાં મારા,

ઉઘાડી આંખોમાં ઈંતજામ તમામ રાખું છું,


તીર નજરનું ક્યારે છૂટે કોને ખબર,

તેથી આંખોમાં સજાવીને કમાન રાખું છું,


છે ઘાયલ હૃદયનો શણગાર ઝખ્મ મારા,

સ્મિતનું તેથી મહેફિલમાં ધ્યાન રાખું છું,


શું લેશે ખબર એ મારા દર્દ એ દિલની?

ઔષધમાં કાયમ તેથી એની યાદ રાખું છું,


યાદોમાં અતિદૂર ને પાસથી પાસ છે "પરમ",

ને રૂબરૂ થવાના"પાગલ" અરમાન રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama