STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

તે પપ્પા હું જોતી'તી

તે પપ્પા હું જોતી'તી

1 min
221

જ્યારે હું નાની હતી ત્યારે ;

સ્વચ્છતાનાં પાઠ  શીખવ્યા,

તે પપ્પા હું જોતી' તી,


અમારાં હોમવર્ક અને મહાવરા કરાવતાં

તે પપ્પા હું જોતી'તી,

મમ્મીને પણ ઘરકામમાં મદદ કરતાં,

તે પપ્પા હું જોતી'તી,


મૂલ્ય લક્ષી વિકાસ માટે બાળ સાહિત્ય મંગાવતા,

તે પપ્પા હું જોતી'તી,

નકામા કોરાં કાગળોનું બુક બાઇડિંગ કરાવતાં,

તે પપ્પા હું જોતી'તી,


વિજ્ઞાનમેળો હોય તો તમે પ્રયોગો કરતાં,

તે પપ્પા હું જોતી'તી,

શાળામાં પ્રાર્થનાઓ ખૂબ સુંદર કરાવતાં,

તે પપ્પા હું જોતી'તી,


નિતનવાં પ્રયોગો કરી સૌને શીખવતાં,

તે પપ્પા હું જોતી હતી,

રોજ કહેવાતી નવી વાર્તા,

તે પપ્પા હું જોતી'તી, 

તે પપ્પા હું સાંભળતી'તી,


વિજ્ઞાન જાથાના પ્રયોગો કરી, અંધશ્રદ્ધા દૂર કરતાં,

તે પપ્પા હું જોતી'તી,

દીન દુઃખીયાની મદદ કરતાં,

તે પપ્પા હું જોતી'તી,


ગાયત્રી અનુષ્ઠાનને ૐ નમ: શિવાયના જાપ કરતાં,

તે પપ્પા હું જોતી'તી,

શિવ મહિમ્નને રુદ્રીનું ગાન કરતાં,

તે પપ્પા હું જોતી'તી,

તે પપ્પા હું સાંભળતી'તી,


નિયમીત કસરત ને પ્રાણાયામ કરતાં,

તે પપ્પા હું જોતી'તી,

ક્યારેક ટેસ્ટી રસોઈ પણ કરતાં,

તે પપ્પા હું જોતી'તી,


આમ,

 હું જે જોતી ; તે મને ગમતું; 

 બનાવીશ હું એમ જ મારું જીવન,

જે તમને પણ જોવું ગમશે,

જે હશે જાણે તમારું અનુકરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Children