Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Inspirational

4.8  

Nayana Charaniya

Abstract Inspirational

તે કહે અહીં

તે કહે અહીં

1 min
496


કોઈ ભૂલ માટે સલાહ મોટી મોટી આપતા,

જેણે ખુદ એ ભૂલ ન કરી હોય તે કહે અહીં ! 


'પ્રેમ જેવું કંઈ હોતું જ નથી' કહેનારાઓ

ખુદ ક્યારેય પ્રેમ ન કર્યો હોય તે કહે અહીં ! 


હંમેશા બીજાની ભૂલો બતાવનારા,

ખુદ ક્યારેય કોઈ ભૂલ ન કરી હોય એ કહે અહીં ! 


સાસુ બની વહુની ભૂલો બતાવનાર

ખુદ વહુની જગ્યાએ રહી કોઈ ભૂલ કરી ન હોય તે કહે અહીં ! 


'મને સમય જ નથી આપતી' એવું કહેનાર પતિ,

ખુદ કેટલો સમય પત્નીને આપ્યો છે તે કહે અહીં ! 


સહેલું છે બીજાને દોષ દેવો અહીં

ખુદ પોતાની ભૂલો બતાવી હોય તે કહે અહીં ! 


હંમેશા પોતાનો આદર સન્માન ઈચ્છતા લોકો,

ખુદ બીજાને આપે છે ? પોતાની જાતને પૂછે અહીં ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract