The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

તડકો

તડકો

1 min
388



મેઘધનુષી પરિધાન ધારણ કરી તડકે ટહેલું તો;

અંતરના અહેસાસને કોકિલ ટહુકા ચુંબન કરે !


પછી ગુલમહોરને નિરખીને ખિલેલો; આ ટાઢો તડકો,

જોને, એ અસ્તિત્વમાં ગરમા ગરમ જોબન ભરે !


ગરમાટામાં ગરમાટો કહે છે કે ગરમીને કાપે;

તને નિરખું, ને વજૂદ મારૂં એમ આ કુંદન બને !


ક્યાં વિસામો છે યાતાયાતનેય, હાંફેલી સડક પર;

ભર બપોર એ ઉંઘેલી આળસમાં પણ યૌવન ભરે !


પછી તો બળબળતી એક ક્ષણે, તારું આ એક સ્મિત;

શિતળતાની લહેર, તારા એક ગાલનું ખંજન બને !


છોને હોતી ઋતુઓ અહીં કોઈ પણ; તું છે તો "પરમ",

"પાગલ" બનાવીને, મને જોને તું કેવું અનુકૂલન કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational