STORYMIRROR

Margi Patel

Drama Fantasy Romance

3  

Margi Patel

Drama Fantasy Romance

તારો સાથ

તારો સાથ

1 min
13.8K


થાય જીવવાની ઈચ્છા તારી જોડે,

જો તું થામે હાથ જીવનભર માટે...


જો તું ચાલી શકે મારી જોડે,

તારી સાથે ચાલી નીકળું બસ નીરખતી વાતે...


જો તું સોનેરી સવારે લઈને આવે મારી જોડે,

હું સંધ્યાનાં રંગો રાખું તારી માટે...


હોય જો ભરોસો તને મારી જોડે,

તો મધુર મીઠું સંભારણું આપીયે જગત માટે...


હશે લાખનું ઘરેણું તારી જોડે,

પણ એક હાસ્યનું ઘરેણું હું રાખું તારાં માટે...


જો થોડોક સમય હોય તારી જોડે,

તો આ રાહ ને પણ રાહ જોવડાવું તારાં માટે...


જો હશે જિંદગીમાં સાથ તારી જોડે,

તો શ્વાસ ને પણ રોકીશ તારાં માટે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama