તારો સાથ આપીશ
તારો સાથ આપીશ
જીવનભર હું તને સાથ આપીશ,
શ્વાસો શ્વાસ બનીને તારામાં ભળીશ,
પાનખરમાં ફૂલ બનીને હું તારા જીવનમાં સુગંધ ભરીશ,
જ્યારે ઉદાસ હોય તારું હૈયું, ખુશીઓ બની તારામાં નવા પ્રાણ પુરીશ,
જ્યારે ખોવાઈ જાય તારું અસ્તિત્વ, તું બની તારી જાતમાં હું ભળીશ,
કોયડો લાગે તારી જીવન સફર, ત્યારે જવાબ બનીને હું મળીશ,
લાગે જ્યારે આ ભવસાગર તને ખારો,
ત્યારે મીઠી સરિતા બનીને મળીશ,
કોઈ પોતાનું ઠુકરાવી જાય તને, ત્યારે તારો સહારો બનીને મળીશ,
ઘાયલ કરી જાય કોઈ પોતાનું તને, ત્યારે મલમ બની તારા હૈયાને અડકીશ,
એકલતા જ્યારે તને પીડે ત્યારે તારી આસપાસ હું રહીશ,
એક બે પળ નહીં, પણ જીવનભર તારો સાથ આપીશ,
તનથી નહીં પામી શકું તને તો મનથી હું તારી બની જઈશ.

