તારો પ્રભાવ
તારો પ્રભાવ
તું નથી પણ થયાં કરે તારાં હોવાનો આભાસ,
વિશ્વની દરેક વસ્તુમાં જાણે કે તારો પ્રભાવ !
અષાઢી વાદળીઓ ઘેરાણી આકાશે,
વરસે છે ચોતરફ તારી યાદોનો વરસાદ,
વૃક્ષ હું અને તું મને વીંટળાયેલી વેલ,
થયાં કરે મને તારાં સ્પર્શનો અહેસાસ,
તારી મૂર્તિ સ્થાપી છે મેં મનમંદિરમાં,
રોજ આરોગું હું તારાં પ્રેમનો પ્રસાદ,
મમતામયી, હેતાળવી મારાં બાળકોની મા,
તારું સ્મરણ માત્ર મારાં જીવનનો આધાર,
આભાસ તારાં હોવાપણાનો અનુભવું,
નથી કરી મેં પ્રભુને પણ કોઈ ફરિયાદ !
