STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

તારી યાદમાં

તારી યાદમાં

1 min
230

જીંદગી ભર વિરહ તારો હું,

કદી પણ ભૂલી શકતો નથી.

દરેક નવા પ્રસંગે તારી હું,

યાદને ભૂલી શકતો નથી.


ધર અને આંગણું એ જ છે પણ,

શેરી આખી સૂમસાન છે,

તુ નથી તો આ ઘરની સઘળી

દિવાલો પણ સાવ વેરાન છે.


જીભ પર તારૂં નામ છે તેને,

કદી પણ મિટાવી શકતો નથી.

જીંદગી ભર વિરહ તારો હું,

કદી પણ ભૂલી શકતો નથી.


વંદન કરૂં છુ હું પ્રેમથી તુજને,

તારી યાદ મારા શ્ચાસોમાં છે,

હર પળ તારૂં સ્મરણ થતાં મારા,

નયનોથી અશ્રું વહી જાય છે.


જીવન વિતાવું તારી યાદમાં "મુરલી"

કદી પણ ભૂલી શકતો નથી.

જીંદગી ભર વિરહ તારો હું,

કદી પણ ભૂલી શકતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance