Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

તારી યાદે મારા સાદે

તારી યાદે મારા સાદે

1 min
347


તારી યાદે, મારા સાદે, ગાયું એક ગાન !

  હા એજ, હા...હા...એજ;

   સ્મિત છલકાવતી સ્નેહની રુડી શાન!


વાદળ જ્યારે વર્ષા વરસે; ને ખળખળ બને સરિતા,

મન જ્યારે તુજને તરસે; ને મનભર રચે કવિતા !

મયૂર જેમ નાચે તાને; એ થનગન પંખ ફેલાવતાં,

નયન તેમ સ્મૃતિ ગાને; જે સરસર હર્ષાશ્રુ રેલાવતાં!

   તારી યાદે...

   સ્મિત છલકાવતી સ્નેહની રુડી શાન !


જેમ પુષ્પો હેમખેમ; સંગે રુમઝુમ લહેરાતાં,

તેમ મળી એકમેક; લાગણીયે હસહસ મહેકાતાં!

ભમર લે મધૂ કસ; કરે ગણગણ ગીત ગૂંજન,

બને એવો શ્રૃંગાર રસ; છનછન 'મોહનરાસ' કૂંજન!

   તારી યાદે...

    સ્મિત છલકાવતી સ્નેહની રુડી શાન!


રજનીએ ચાંદની સ્હેજ જો; મનને શીતશીત સ્પર્શે શીતળતા,

તારલાં એ જડે તેજ તો; નીરખું નિતનિત તુજ કોમળતા!

સ્વપ્ન તુજને રંગે જો; રચું હા..હા... હકીકત હું,

તારી રાહે હું 'સ્વપ્નીલ' તો; મારી રાહે સંગસંગ તું!

   તારી યાદે ...

    સ્મિત છલકાવતી સ્નેહની રુડી શાન !

   તારી યાદે...

    સ્મિત છલકાવતી સ્નેહની રુડી શાન!


Rate this content
Log in