STORYMIRROR

nidhi nihan

Romance Tragedy Others

3  

nidhi nihan

Romance Tragedy Others

તારી યાદ

તારી યાદ

1 min
172

પડ્યો પડઘો એક જ્યાં આપના નામનો

પછી અવિરત કાને સન્નાટો જ છવાયો,


દીવાલો રંગાઈ હૃદયની આપના રંગે

દુનિયામાં પ્રથમ દેખાઈ રંગોની બજારો,


એવા તે કામણ કંઈક નૈનોથી કર્યા આપે

અંતરપટ પર આપનો ફક્ત ચહેરો છપાયો,


દિશા વિહોણા ચાલ્યા કરતા હતા આજ લગ

મળ્યા આપ કે માર્ગે આપ્યો મંઝિલનો ઈશારો,


રૂંઘાય ધબકાર જો ના હયાતી આપની વર્તાય

'સાંજે' લખી આપ્યા આપના નામે આખરી શ્વાસો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance