STORYMIRROR

Hetshri Keyur

Fantasy Inspirational

3  

Hetshri Keyur

Fantasy Inspirational

તારી સૃષ્ટિ કેવી અજબ છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે

1 min
260

 પહાડ ઊંચા છે

 પણ કેવા રમણીય દેખાય છે

 તારી સૃષ્ટિ કેવી અજબ છે,

 

નદી શાંત છે

પણ પાણી કેવું મીઠું પાય છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે,


દરિયો ખારો છે

પણ મોજા કેવા સુંદર દેખાય છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે,


વૃક્ષોનાં મૂળ ઊંડાંં છે  

પણ એનો છાયો અપાર છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે,


પાંદડે વરસાદનાં ટીપાંં છે 

પણ લીલીછમ ધરતી દેખાય છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે,


રણમાં રેતીનાં ઢગલાં છે

પણ કુદરતી સોંદર્ય અપાર છે

તારી સૃષ્ટિ કેવી અજબ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy