STORYMIRROR

amita shukla

Romance Action

3  

amita shukla

Romance Action

તારી ને મારી

તારી ને મારી

1 min
326

તારી ને મારી,

પ્યારી મુલાકાતો,

વાતોની મીઠી યાદો,

હાથોમાં હાથ,

જનમજનમનો સાથ,

વચનો સંગાથે,

પ્યારભર્યો પ્રેમ,

એક પ્રાણમાં સમાયેલો..


શું થયું અચાનક ?

કેમ છૂટ્યો સાથ !

ન કોઈ ખબર,

રાહ જોતા નયનો,

વરસે ચોધાર,

ધૂંધળી જિંદગી,

ક્યાં ગઇ બહાર ?..

ખબર મળ્યા દેશાવરથી,

છૂટ્યો જનમનો સાથ,

કાગડોળે વાટ ન જોતી,

સપનાં તારા તૂટ્યા,

વીતેલી યાદોની ક્ષણો,

મસળીને તું ફગાવ,

મારી યાદો સંગાથે,

જીવન નવું અપનાવ,

મારો વાંક, મારો ગુનો,

તડપાવી તુજ સુંદરીને..


કેમ હું સવાલ કરું ?

કેમ હું તને ભૂલું ?

પ્રેમ કર્યો તુજને,

જિંદગીભર ચાહીશ,

હસિન યાદોના સહારે,

આનંદિત પળો માણીશ.

વીતેલી પળોને સંઘરીશ.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance