તારી ધજા તું ખોડીને જા
તારી ધજા તું ખોડીને જા
જતા પહેલા પ્રકાશને તું છોડીને જા,
મારું મન તારા તરફ તું મોડીને જા .
સમદરના પાણીમાં પગ તું બોળીને જા ,
તારા મનના વિચારોને તું ઘોળીને જા
તારા કપાળે કંકુને ચોખા તું ચોડીને જા,
મંદિરે જતા પહેલા ફૂલને તું તોડીને જા.
કપાસની આજુબાજુ ખડને તું ગોડીને જા
નાકુ વાળવા માટે કેરો કેમ, તું ફોડીને જા ?
વ્યક્તિ સાથે ગાઢ સંબંધો તું જોડીને જા ,
ચહેરા પર ગોળ સ્મિત તું ચોડીને જા .
સિલ્ડ મેળવવા માટે મહેનત તું કરીને જા,
મિત્રોનો સહકાર અને સહયોગ તું આપીને જા.
તારી મંઝિલ સુધી પહોંચવા તું દોડીને જા,
આથમતા પહેલા તારી ધજા તું ખોડીને જા .
સફળતાના શિખરે પહોંચી તું બીજ રોપીને જા,
સફળતાની સીડીઓ પર ફળ તું મેળવીને જા.
