STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

તારાઓની મહેફિલ

તારાઓની મહેફિલ

1 min
326

બહુંજ જલ્દી રાતની આજે શરૂઆત થઈ ગઈ,

સૌને અલવિદા કહેવાની વેળા પણ આવી ગઈ,

હું તો બેઠો હતો તારાઓની મહેફિલ ભરીને, 

પૂનમનો ચન્દ્ર જોતાં મુજને તારી યાદ આવી ગઈ.


વર્ષો પહેલા કરેલ મિલનની પળો મનમાં તાજી થઈ,

તારી તસ્વીર જોતાં મારા રોમ રોમ લહેરાવી ગઈ,

હું તો સરકી ગયો હતો સપનાઓની દુનિયામાં,

સપનામાં જ તારી સુંદર સૂરત મુજને દેખાઈ ગઈ.


કેટલી જલ્દી આજની રાત પણ પસાર થઈ ગઈ,

તુજને આવતી જોઈને મારી ધડકનો વધી ગઈ,

હું તો આતુર હતો તુજને આવકારવા "મુરલી",

ત્યા તો તું દોડી આવીને મારા દિલમાં સમાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance