Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

4.4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

તારા વિના

તારા વિના

2 mins
333


પહોંચ્યો ઘરે રોજની જેમ, પ્રવેશતાં જ ઘર ખાવા ધસ્યું,

ખૂણો પ્રત્યેક સૂનો પડ્યો જ્યાં દિસુ હું ત્યાં વળી,

પણ, એ થાક ખાતી સાવરણી પર મન આવી વસ્યું,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


હાથ પગ ધોઈ આવ્યો બહાર જ્યાં બાથરૂમ મહીંથી,

"રૂમાલ તમારો ત્યાં રહ્યો" જાણે ટહુકો પડ્યો વળી,

હા, આજે તો મને એ ત્યાં જ મળ્યો પણ તું ક્યાં ?

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


આજે નથી સાંભળ્યું હજુ કે કોને કરી વાતો દિને તે,

ક્યાં શું થયું ને મને કોણ યાદ કરતું હતું વળી,

એ કાયમનો કલબલાટ મીઠો મધુરો સાલતો થયો,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


"શું બનાવ્યું છે આજે ?" વળી કોને પૂછું આ સૂનકારમાં,

જાતે જ ગયો રસોડામાં ને શોધવા મથ્યો ભાતું,

મનગમતી એ સુખડી જોઈ મન થઈ રહ્યું મીઠું આ,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


હવે આ હિંચકા ને શું કહું? એ રાહ જોતો બેઠો 'અમારી',

આજે તો એની ય રજા મંજૂર થઈ પડી જાણે !

હિંચવાનું એને એકલાને જ છે હું નહીં બેસું આજે,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


હંમેશની થઈ રહેતી એ સહચરી આ પથારી પણ જાગે છે,

આજે ઊડી ગઈ આંખ માંહીથી ઊંઘ એના વગર,

'ઊંઘ નથી આવતી કે શું ?' એવું નિત વાક્ય સાંભર્યું,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


પડખાં ફેરવી છેવટે ઊંઘતો સ્વપ્ન તણી દુનિયા તળે હું,

જાણે તું આવીને સહસા હસતી નિત્ય પ્રકારે એવું,

' કેવું લાગ્યું એક દિન પત્ની વિના ' કહી સ્વપ્ન તૂટ્યું,

ને તારા વિના તારી જ યાદ અપાવી મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance