તારા વિના મને ફાવતું નથી
તારા વિના મને ફાવતું નથી
તારો સથવારો મળ્યો છે જ્યારથી મને બીજું કઈ મળતું નથી,
એમ તો જીવનમાં ઘણું ફવરાવું છું પણ તારા વિના મને ફાવતું નથી,
આમ તો કેટલી એ યાદો સમાયેલી છે મુજમાં
પણ હવે તારા સિવાય બીજું કઈ સમાતું નથી,
બધુજ ચલાવી લેવાની ઈચ્છા રાખું છું જીવનમાં,
પણ તોય તારા વગર હવે મને ચાલતું નથી,
જીભે તો ઘણા સ્વાદ ચાખ્યા છે અત્યાર સુધી
પણ તારા વિના હવે કઈ ભાવતું નથી,
તું નથી હોતી જયારે મારી પાસે
ત્યારે એકલતામાં હવે જીવાતું નથી,
આપણો પ્રેમ છેજ એવો કે એમાં હવે કાંઈ મપાતું નથી,
તું રહેજે મારી સાથે છેલ્લા શ્વાસ સુધી,
કેમ તારા વિના હવે મને ફાવતું નથી.