તારા વગર
તારા વગર


રાત આજે કેમ જલ્દી પડતી નથી.!?
તું જાણે તારા વિના રાહત મળતી નથી.
રાહ જોવાતી હોય ચાંદની કડવા ચોથમાં,
ભલે હોય મારા માટે, એવી પળ ગમતી નથી.
તું કહે અતિરેક છે આ તારા પ્રેમનો મને,
પણ ચાહત અલગારી જે રસ્તે રઝળતી નથી.
ખારાશ તો સાગરમાં ખુબ ભરી છે જોને,
તોય મિલન વગર એને તૃપ્તિ મળતી નથી.
આવ, આવીને બાજુમાં બેસ, વાતો કર,
તારા વગર મને કાંઈજ કળ વળતી નથી.