તારા વગર
તારા વગર
દિલની કલ્પના શું અહીં ધબકાર વગર.?
જેમ ના હોય ફૂલની વિસાત ફોરમ વગર.!
સપનાની કલ્પના શું ઝાંઝવાના નીર વગર.?
જેમ ના હોય મજનુનું અસ્તિત્વ હીર વગર.!
સિદ્ધિની કલ્પના શું કોઈ સંકલ્પ વગર.?
જેમ ના હોય પ્રતિષ્ઠા પ્રામાણિકતા વગર.!
ચાંદનીની કલ્પના શું પ્રેમીઓના પ્રેમ વગર.?
જેમ ના હોય ક્ષિતિજે મિલન લાલિમા વગર.!
દરિયાની કલ્પના શું ખારા દઉં પાણી વગર.?
જેમ ના હોય રણ પણ સૂકુંભઠ, તપન વગર.!
પ્રણયની કલ્પના શું મનના માણીગર વગર.?
જેમ ના હોય સ્વર્ગસુખ તારા આલિંગન વગર.!

