Megha Acharya

Drama

5.0  

Megha Acharya

Drama

તારા સંગાથની આશ

તારા સંગાથની આશ

1 min
278


પથરાયા નજરાણા સોનેરી કિરણોના,

આવી મહેકતી સવાર,

લાવી તારા સંગાથની આશ.....


જાગી હતી એ ચાંદની,

આખી આખી રાત, મારી સંગાથ..

મીઠો હતો એ ઉજાગરો,

ને મીઠી હતી એ દીદારની પ્યાસ,

આવી મહેકતી સવાર,

લાવી તારા સંગાથની આશ...


કે પ્રસરી છે મેહેક ખુશીની આજ,

નથી સામાન્ય આ દિવસ,

બની જશે કંઈક ખાસ..

ખીલ્યા ફૂલો ને ખીલ્યો એક ચહેરો સંગાથ...

આવી મહેકતી સવાર,

લાવી તારા સંગાથની આશ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama