તારા પ્રેમમાં
તારા પ્રેમમાં
તારા પ્રેમમાં હું આખે આખી વસંત મોકલું,
તું જો ચાહે તો મધુર યાદો અનંત મોકલું.
ચૂપ રહીને ક્યાં સુધી જીવી શકીશું આપણે?
કહે તો આપણા પ્રેમની કથા સળંગ મોકલું.
યાદ કરી લે તું મને હર ઘડીને હર પળ સનમ,
હું યે મારા મનના તને સઘળાં તરંગ મોકલું.
એકબીજાના હ્રદયમાં ધબકતા રહીએ આપણે,
શ્વાસ મારાય થોડા ચાલ તને દબંગ મોકલું,
બસ આટલી વાત છે મારા હાથમાં સમજ,
ઉડવા ચાહે તું દોર સંગ તને પતંગ મોકલું !