STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

તારા પ્રેમમાં દિવાની

તારા પ્રેમમાં દિવાની

1 min
317

ન કર નિરાશ તું મુજને પ્રિયતમ,

રાત ખીલી છે ખૂબ જ મતવાલી,

શા માટે તડપાવે છે મુજને પ્રિયતમ,

હું તો બની છું તારા પ્રેમમાં દિવાની.


પ્રેમનો તંતુ જોડ્યો છે મે તુજ સંગ,

ન કરીશ તુ કદી અવગણના મારી,

શા માટે કરે છે નફરત મુજને પ્રિયતમ, 

હું તો બની છું તારા પ્રેમમાં દિવાની.


નજર થી નજર મેળવી લે મુજ સંગ,

શ્ચાસોની સરગમ હું વહાવું છું તારી,

દિલની ધડકન તારી મેળવી દે પ્રિયતમ,

હું તો બની છું તારા પ્રેમમાં દિવાની.


દિલમાં ઝાંખીને તું જોઈએ પ્રિયતમ,

તસ્વીર વસાવી છે મે દિલમાં તારી,

"મુરલી" હમેશા તારી જ છે પ્રિયતમ,

હું તો બની છું તારા પ્રેમમાં દિવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance