STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

તારા પગલે ચાલુ મા

તારા પગલે ચાલુ મા

1 min
399

તારા પગલે ચાલુ મા હું તારી દીકરી,

તારા હૃદયની રાણી મા હું તારી દીકરી.


તારો પડતો બોલ ઝીલું મા હું તારી દીકરી,

તારા સદગુણો સંભારું મા હું તારી દીકરી.


દિકરાઓથી પણ સવાઈ મા હું તારી દીકરી,

તોયે કહેવાઉં પરાઇ મા હું તારી દીકરી.


તારાથી અળગી કીધી તોયે હું તારી દીકરી,

મારામાં તને નિહાળું મા હું તારી દીકરી.


તારો ઉપકાર ના ભૂલું મા હું તારી દીકરી,

ઈશમાં તને ભાળું મા હું તારી દીકરી.


તારો વંશ ભલે ના બનું મા હું તારી દીકરી,

તારો અંશ બની પ્રસરાઉ મા હું તારી દીકરી.


મા તું લક્ષ્મીનો અવતાર બાપુ રામ થકી ઓળખાય,

તો 'વર્ષા' ઋતુઓની રાણી આ હું તારી દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational