તારા ચુકાદા
તારા ચુકાદા
માણસ પોતે તો લડતો હતો,
હવે ભગવાનને પણ લડાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે,
હું સાચો ને તું ખોટો,
તું નાનો ને હું મોટો,
એમાં ભગવાનને કોર્ટે ચડાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે,
રામ છે મારા,
ને અલ્લાહ છે તારા,
એવા પાઠ ભણાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે,
હું મહાન છું,
હું શક્તિમાન છું,
એવા વિચારે ઝઘડાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે,
મતભેદ અને મનભેદ,
બંને વચ્ચે હે ભગાવન,
પાંચસો વર્ષથી તને રખડાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે,
હે રામ કહું કે,
યા અલ્લાહ કહું?
આપો સદબુદ્ધિ,
આ ભારતવાસીઓને,
એકતા જ દેશ દીપાવે છે,
કેવો કળજુગ પ્રભુ,
તારા ચુકાદા માણસ સંભળાવે છે.
