સ્વસ્થ સમાજ
સ્વસ્થ સમાજ
મોબાઇલમાં વ્યસ્ત આજની પેઢી,
કાઢે છે રમત પ્રત્યે લાજ,
રમત પ્રત્યેની નિસ્પૃહીતાએ પાડી છે,
સ્વાસ્થય પર ગાજ.
રમત થકી શક્ય છે સ્વસ્થ,
અને ખુશહાલ સમાજ,
કાલ ઉપર ઠેલો નહીં,
રમત ગમત અપનાવો આજ.
નિરસ બનતા જીવનમાં,
રમત જગાવે છે રસ,
સતર્ક બનાવે મનને,
શરીર સૌષ્ઠવ બને સરસ.
રમત થકી શક્ય છે,
સ્વસ્થ અને ખુશહાલ સમાજ,
રમત લાવે અનુશાસન,
અને અપાવે ખેલભાવનાનો યશ.