સ્વરૂપ
સ્વરૂપ


એ સમયે હું કોઈક સ્વજન પાસે,
આત્મીયતા રહે સંગે એવી આશે !
આશથી વધ્યો અનહદ પ્રેમસ્નેહ,
ન જાણે કેમ કરીને બંધાયો નેહ !
સ્નેહ પછી તો ફરજ બની રહ્યો,
એ ફરજનો હક્ક પણ ક્યાં કહ્યો !
જીવવા ખાતર આ જીવવું થયું,
હ્દયભાવે તો એના સાદે જ કહ્યું !
છે જડી આ ભેટ જીંદગીની રાહ,
તો શાનથી મટાડી દેવી દાઝદાહ !
પછી તો મળ્યું નવું જ એકાંત રૂપ,
મશગુલ એમાં ને ખીલ્યું મારું 'સ્વરૂપ'.