STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

સ્વપ્નની દુનિયા

સ્વપ્નની દુનિયા

1 min
4

જ્યાં હોય ઊડતી પરીઓ સાથમાં 

જે કરે કામ સઘળાં કામ આપણાં 

એવા સ્વપ્નની દુનિયામાં રહેવા મળે જો,


ચાંદામામા સંગ કરીએ વાતો

સૂરજદાદા આવે સંગાથે રમવા

એવા સ્વપ્નની દુનિયામાં રહેવા મળે જો,


ઝાડ પણ હોય હલનચલન કરતાં

આપણી સંગાથ રહે હરતાંફરતાં

એવા સ્વપ્નની દુનિયામાં રહેવા મળે જો,


પતંગિયા રહે આપણી સાથે ઘરમાં

પક્ષીઓ રહે બનાવી બંગલામાં

એવા સ્વપ્નની દુનિયામાં રહેવા મળે જો,


વાદળી સંગ આકાશે ફરીએ

તારલાને દડા બનાવી રમીએ,

એવા સ્વપ્નની દુનિયામાં રહેવા મળે જો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy