સ્વપ્ન
સ્વપ્ન
અડધી રાત્રે શમણું આવ્યુ મંથન કરવા.
આવ્યા ને કહી ગયા, કંદન કરવા.
ઝબકી ને જીવન જોવા બેઠી સંબંધોના બંધન કરવા.
આવી લાગણીઓ, લઇને ગંઠન કરવા.
જોડાયા પ્રેમના, અનેક તાંતણા અહીં.
માયા જાળ થય, સઘળા ગુંથાણા અહીં.
આખરે પ્રભાત લઈ આવી, શાંતિ સોગાત સઘળી.
પારેવા લઈ આવ્યાં, સંદેશ અહી.
નવી ઉમ્મીદ નું, મધુર સંગીત અહી
પ્રભુના પ્રભાતિયા, ગુંજન સાથ અહી.
અડધી રાત્રે શમણું આવ્યું મંથન કરવા,
જીવવાની નવી, જીંદગાની લઈ અહીં.