સ્વપ્ન
સ્વપ્ન
મારા સ્વપ્નમાં એકવાર જો તું મને મળવા આવી જાય,
તો તારી ભૂરી ભૂરી આંખોમાં મારા સપનાં સમાઈ જાય,
સાથે વીતાવેલ સુંદર ક્ષણોની આપણી એ મુલાકાત,
ને તારું સ્વપ્ન મને તારા હોવાનો અહેસાસ આપી જાય,
તને ભૂલી જવાની વ્યર્થ કોશિશ કરવા જાઉં છું અને,
તારી યાદમાં અશ્રુબિંદુઓ પાંપણે આવીને સરી જાય,
અદ્રશ્ય થઈ જાય સોહામણાં સપનાંઓ સવાર થતાં,
ફરી એકવાર તને મળવા મન મારું પહોંચી જાય.

