સ્વપ્ન પરી
સ્વપ્ન પરી
તું છે મારી સ્વપ્ન પરી, તું આવે મારાં સપનામાં,
હેતાળવો તારાં હાથનો સ્પર્શ માણું છું સપનામાં,
નથી બંધ કરવી આંખો મારે અહર્નિશ વાટ જુએ છે,
બાંહોનો બનાવી ઝૂલો તને ઝૂલાવું હું મારાં રૂદિયામાં,
હૃદય સિંહાસને કરવી છે સ્થાપના મારે જો તું આવે,
સપનાંની નદીને પાર કરીને તું આવ મારાં જીવનમાં,
કલ્પનાની પાંખો પહેરી તું આવ મારી પાંપણ પાળે,
હું બંધ કરી દઉં આંખો મારી તું હાથ મારાં હાથમાં,
તું પરીલોકની પરી, ભૂલી રસ્તો આવી ઉર આંગણિયે,
દીપાવજે મારું ઘર તું બનીને મારી અર્ધાંગિની અરૂણિમા.
