સ્વપ્ન કેમ અધુરા રહ્યા
સ્વપ્ન કેમ અધુરા રહ્યા
આંખમાં હતા અરમાન ઘણા
પુરું કરવા પ્રયત્ન કર્યા ઝાઝા
સ્વપ્ન કેમ અધૂરા રહ્યા !
મૈયરમા મારી ઈચ્છાઓ પૂરી
બની ગઈ જ્યારે હું સાસરે પારકી
સ્વપ્ન કેમ અધુરા રહ્યા !
દિલે આપ્યું સ્વપ્નને સ્વરૂપ
મગજે કર્યું તેના પર મંથન અપાર
સ્વપ્ન કેમ અધુરા રહ્યા !
જિંદગી આમને આમ આગળ વધી
સ્વપ્નની વણઝાર તો બની રહી
સ્વપ્ન કેમ અધુરા રહ્યા !
