"સ્વજન નાં મળ્યું."
"સ્વજન નાં મળ્યું."
ઊડવાને અમને એક ગગન ના મળ્યું,
પીડાને સમજી શકે એવું સ્વજન ના મળ્યું.
અમે પણ હતા, ખીલતી વસંતની જાન,
પણ ખીલીને મહેકવા માટે ચમન ના મળ્યું.
જ્યાં સચવાય મારું માન,સન્માન ઈજ્જત,
એવું મને કોઈનાં હૈયાનું ગુલશન ના મળ્યું.
કહેવા ખાતર તો આખો બાગ છે પાસે,
મહેકાવી શકે જીવન, એવું સુમન ના મળ્યું.
એમ તો દુનિયામાં ઘણા છે પોતાના લોકો,
મારી પીડાથી ભીંજાઈ એવું લોચન ના મળ્યું.
