STORYMIRROR

CHIRAG R K

Drama

2  

CHIRAG R K

Drama

સ્વાર્થ વગરની દુનિયા એજ બાળપણ

સ્વાર્થ વગરની દુનિયા એજ બાળપણ

2 mins
2.0K

સ્વાર્થ વગરની દુનિયા એટલે બાળપણ


હા છું હું નાનેરું બાળ,

હા છું હું ઈશ્વરનો અવતાર,

હા છું હું કોમળ ફૂલ,

હા છું હું માસૂમ,

હા છું હું બાળક,...


ખરેખર બાળપણ એટલે દુનિયામાં સ્વર્ગ,..

એકદમ બિન્દાસ, ના ટેન્શન, ના પરવાહ, ખુલ્લા દિલનો રાજા

એટલે બાળ...


બાળપણની માસુમ રમતો,


ચોર પોલિસ,ઘર ઘર,આંબલી પીપળી આવી ઘણી બધી...


પણ મારે તો બાળપણની વાત કહેવી છે..


હું છું બાળક હસું છું હસાવું છું,

રમુ છું , રમાડું છું, મનગમતા ખેલ માંડું છું..

દાદા દાદીની વાર્તાનો શહેજાદો છું,

તલવાર નથી પણ લાકડી ફેરવું છું..

નથી કોઈ પ્રજા કે સૈન્ય મારું,

બસ મિત્રો ને પ્રજા અને સૈન્ય બનાવું છું,

રમતોમાં રાજા તો રંક બનું છું,

પણ રાજા હોઈ કે રંક, હું તો એક સમાન માનું છું,..


નથી કોઈ લાલચ નથી કોઈ ગુમાન,

ફૂલોની જેમ ખીલું, પંખીની જેમ ઉડું છું,..

ગાંડો ઘેલો લાગુ પણ તમને તો હસાવું છું....

મારી નથી કોઈ ઈચ્છા નથી કોઈ આશ,

ખુશ રહેવું અને ખુશ રાખવું એજ મારું કામ,.


બાળ છું બાળ રહેવા માંગુ છું,

દુનિયા છે મારી આ અતરંગી, સતરંગી ભાગ ભજુ છું...

બાળ છું મને બાળ રહેવા દો,

જિંદગી જેટલી હું માણું છું,

એટલી ક્યાં કોઈ માણે છે,...


હું ખુશીઓ પાછળ દોડું છું,

અને બધા રૂપિયા પાછળ..


હું પ્રેમ પાછળ દોડું છું,

અને બધા વહેમ પાછળ...


હું તમારી પાછળ દોડું છું,

અને બધા બાળપણ પાછળ...


હું બાળ બની ને સમજુ છું,

અને વડીલો બની નાસમજ છે,


હું કોઈ ને જોઈ ને રડું છું,

અને બધા બીજાને રડાવે છે...


હું દુનિયાથી અજાણ છું,

અને બધા જાણીને પછતાય છે ..


બાળ છું બાળ રહેવા માંગુ છું..

નથી થાવું મારે મોટું..

જવાબદારીથી દૂર રહેવા માંગુ છું..


દોસ્ત મિત્રો સાથે ખેલ કુદ,.

પાણી માં છબછબીયા કરવા માંગુ છું,

મોટા થઈ ને બધું મળશે..

પણ આ નિ:સ્વાર્થ જીવન નહિ મળે..

આ નિ:સ્વાર્થ જીવન નહિ મળે..


મળે જો સમયની લગામ,.

રોકવા માંગુ છું આ પળ હંમેશા..

જીવનભર આજ પળમાં જીવવા માંગુ છું...

સમય ને ક્યાં કંઈ ભાન છે,..

મારી મોંઘેરી પળો છૂટવી જાય છે..


આમજ મારા બાળપણને માગતા માણતા જુવાન થઈ જવાય છે....!!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama