STORYMIRROR

Neeta Chavda

Inspirational Others Children

3  

Neeta Chavda

Inspirational Others Children

સવાર પડતાની સાથે

સવાર પડતાની સાથે

1 min
257

સવાર પડતાની સાથે,

ઠંડો ઠંડો વાયરો શીતળ તડકો,

રંગબેરંગી પુષ્પ ખીલવા,

સવાર પડતાની સાથે.....


મંદિરે રૂડી ઝાલર વાગે,

ધરતી છોરુ કામે ભાગે,

પંખીડા માળા છોડે,

સવાર પડતાની સાથે.....


મીઠી મીઠી મહેક આવતી,

લોકો કેડી ટહેલ ચાલતી,

પશુઓના છૂટતાં ટોળા,

સવાર પડતાની સાથે.....


ટમ ટમ કરતી તારલ,

દ્રશ્ય વિલીન થઈ જતા,

ચંદ્ર છૂપાઈ જતો ત્યાં,

સવાર પડતાની સાથે....


ગુંજન કરતાં ભમરાઓ,

પતંગિયાઓ પુષ્પ પર,

મધમાખી મધ લેવા આવે,

સવાર પડતાની સાથે....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational