સવાલ થઈ ગયો
સવાલ થઈ ગયો
જિંદગીને, જાત ઉપર અભાવ થઈ ગયો,
ને એનાં, હોવાપણાંનો એને, સવાલ થઈ ગયો !
પાખંડી ગુરુઓનો, ચમત્કાર વધી ગયો,
ને મૂર્તિને, એનાં અસ્તિત્વ પર સવાલ થઈ ગયો !
અત્તરની ખુશ્બૂનો, વપરાશ વધી ગયો,
ને ફૂલોને, એમની સુગંધ પર, સવાલ થઈ ગયો !
સંબંધ આજ, મોબાઈલથી સચવાતો થઈ ગયો,
ને સગપણને એની વ્યાખ્યા પર, સવાલ થઈ ગયો !
'ચાહત' ને પ્રેમ, ઈમોજીઓમાં કેદ થઈ ગયો,
ને હૃદયને, એના ધડકવા પર, સવાલ થઈ ગયો !
ઘડી બે ઘડી, જિંદગીમાં રંગ આવી ગયો,
ને સમય આમજ, અમસ્તો ખુદથી રિસાઈ ગયો !
