સ્વાગત કરું છું
સ્વાગત કરું છું
એણે આપ્યો છે જવાબ વહેતી નદીની જેમ,
સ્વાગત કરું છું મુખ્ય મહેમાનની જેમ,
એણે જોયો છે મેં રેસમાં ભાગતાં ઘોડેસવારની જેમ,
એ રોકાયો નથી બંદૂકની ગોળીની જેમ,
એણે ન્યાય આપ્યો છે સુપ્રીમકોર્ટના મુખ્ય જજની જેમ,
એણે સાંભળ્યો છે મધુર સંગીતની જેમ,
એની પાસે છે અમૂલ્ય અખૂટ ધનનો ખજાનો,
એણે કદર કરી છે ભારત રત્નની જેમ,
એણે અનુભવ કર્યો છે ભરતી ઓટનો એકસાથે,
એણે સાચવ્યો છે આંખની કીકીની જેમ,
સન્માનથી જોવું છું એને માં ની અમીદ્રષ્ટિની જેમ,
"સમય" નામ આપ્યું છે દુનિયા એ એને,
મેં તો આપ્યું છે આમંત્રણ એને આમંત્રણપત્રિકાની જેમ.

