સ્વાભિમાનનો સંગ
સ્વાભિમાનનો સંગ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
સોના-ચાંદી-હીરા-મોતી ને હું ભલે ત્યજાવી જાણું,
પણ સ્વાભિમાનના ઘરેણાંને હરપળ સજાવી જાણું,
ધન-દોલત ને સુખ-સાહ્યબી લાગે ઘણું વ્હાલું,
પણ સ્વમાન તો સૌને લાગે એથીય ઘણું પ્યારું,
જો હું હોઉં એક ખળખળ વહેતી નદી,
તોય સ્વમાન ખાતર ન ભળું સાગરમાં કદી,
જીવન છે મારું સુંદર એ જાણી ખૂબ હરખાઉં,
પણ જો ઘવાય મારું સ્વમાન તો કેમ વિસરાવું ?
આત્મીયતા ને કાજ હું છોડું હંમેશ મારું અભિમાન,
પણ, હા કદાપિ ના ત્યજું હું મારું સ્વાભિમાન,
આજ કહું હું એક વાત,
કરો હંમેશ અભિમાનનો ભંગ,
ને જીવો જીવન સ્વાભિમાનને સંગ.