STORYMIRROR

Meena Mangarolia

Classics Fantasy Inspirational

3  

Meena Mangarolia

Classics Fantasy Inspirational

સૂરજદેવ

સૂરજદેવ

1 min
27.1K


સૂરજ દેવ ધીમા તપો,

સૂરજ દેવ ધીમાં તપો.

આજનું આગમન તમારું

રુપેરી અશ્વો સાથે તિખારું

સોનલવરણાં કિરણ સાથે,

કેસરવરણા સાફા સાથે,

સૂરજ હવે ધીમા તપો...

વાસંતી વાયરાની વિદાય સાથે,

વૈશાખી વાયરે આગમન સાથે,

પશ્ચિમના પવન સાથે મહેકતા

હૂંફાળા મંદ વાયુ સાથે દહેકતા

સૂરજ હવે ધીમા તપો...

ગ્રીષ્મના મધ્યાહ બહુ તપતા

પક્ષીઓના કલબલાટે જપતા

આંબા ડાળના હીંચકા સાથે

કોયલના મીઠા ટહુકા સાથે.

ખૂબ તપ્યા તમે સૂરજ દેવ !

સૂરજ હવે ધીમા તપો.

રતૂમડાં સૂરજને રંગે રમવાનું

કાળઝાળ ગરમી માં ખપવાનું,

જાત ગીરવે મુકી અમે આપમાં

નથી જીવાતુ આ પરિતાપમાં,

હવે ખમૈયા કરો સૂરજ દેવ !

સૂરજ હવે ધીમા તપો...

પગલાં તેજસ્વી તપતા આપના

બાદબાકી ભાગાકાર કરે સપના

લાગણીઓની કરી છે ખૂબ મ્હેર

હવે સાંજ ગઈ આથમવા લ્હેર

હવે ઠંડા પડો સૂરજ દેવ,

સૂરજ હવે ધીમા તપો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics