STORYMIRROR

Amit Chauhan

Inspirational Classics

3  

Amit Chauhan

Inspirational Classics

સૂરજ સરખો જ હોય

સૂરજ સરખો જ હોય

1 min
27.5K


બિહારનો સૂરજ અને ગુજરાતના કોઇ ગામડામાં

ઉગતો સૂરજ જુદાં હશે અેવું. 

કોઇ અેક સમયે મને સમજાતું હતું,

પછી ધીમે ધીમે ખબર પડવા લાગી કે સૂરજ

બિહારનો હોય કે ગુજરાત રાજ્યના,

કોઇ અેક ગામનો હોય, અે સરખો જ હોય,

કોઇ અેક વખતે અેવું લાગતું કે અહીં

મારા ગામમાં દિવસ છે તો બધે દિવસ જ

હશે, પરંતુ અે ભ્રમ પણ ભાગી ગયો

જ્યારે જાણ્યું કે કેનેડામાં સવારના નવ વાગ્યા હતા 

ત્યારે અહીં અમદાવાદમાં સાંજના સાડા પાંચ છ વાગ્યા હતા.

અલબત્ત દિવસ તો હતો જ

પણ સમયનો કેટલો મોટો તફાવત...

કોઇ ઠેકાણે રાત પણ હશે ને જ્યારે અાપણે અહીં, 

ભારતમાં દિવસે પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હોઇઅે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational