સૂનાં દર્દ
સૂનાં દર્દ
ચાલો દરિયાનાં અવાજોને
હ્રદયમાં ભરી લઈએ...
ભલે હોય સૂનાં દર્દ ભર્યા સંગીત...
આજ એ ગીતોને મનમાં ભરી લઈએ..
ચાલો દરિયાના અવાજોને
હ્રદયમાં ભરી લઈએ...
કયો એવો દરિયો જે ખારો હોતો નથી...?
પણ નથી છોડવી હવે મીઠાશ..
ચાલો દરિયાના અવાજોને
હ્રદયમાં ભરી લઈએ....
બસ તારોજ હવે સહારો છે,
આ ડૂબતી નાવડી કિનારો ઝંખે,
ચાલો દરિયાના અવાજોને
હ્રદયમાં ભરી લઈએ...
દરિયાની દિલદારી ને હવે,
શ્વાસોચ્છવાસમાં ભરી લઈએ,
ચાલો દરિયાના અવાજો ને
હ્રદયમાં ભરી લઈએ...
