STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

સુથાર

સુથાર

1 min
540

સુથારભાઈ લાવ્યા કરવત,

એના ઝીણા-ઝીણા દાંતા, .. ભાઈ, ઝીણા...

લાકડું રૂડું કાપતાં-કાપતાં,

મુખેથી મલકાતા, .. ભાઈ, મુખેથી...


બારી-બારણાંને આપે ઘાટ,

કરે સુંદર કોતરકામ, .. ભાઈ, સુંદર...

ફર્નિચરમાં એ ખૂબ કાબેલ,

દીપાવતા નિજનું નામ, ..ભાઈ, દીપાવતા...


કરવત કાપે, રંધો કરે લીસું,

પેલું વીંધણું પાડે કાણાં, .. ભાઈ, વીંધણું...

ચીવટથી ખૂબ કામ કરે,

એવાં સુથારભાઈનાં ગાણાં, .. ભાઈ, સુથાર...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children