STORYMIRROR

Pranav Kava

Inspirational

4  

Pranav Kava

Inspirational

સુરક્ષાનો સાથી

સુરક્ષાનો સાથી

1 min
436

સુરક્ષાનો હું સાથી, મારું સુરક્ષા છે લક્ષ,

મારી સાથે સૌની સુરક્ષા, છે મારું કર્તવ્ય,


ઘરે હોય કે કામમાં હોય, સુરક્ષા તો બધેજ છે,

મુસાફરી કે રમતગમતમાં, ધ્યાન દો સુરક્ષાને,

સુરક્ષાનો હું સાથી ..


સુરક્ષાને સાથે લઇને, કરીએ આપણુ કામ,

કાળજી રાખી બચતા રહીએ, સુરક્ષાનુ સોપાન,

સુરક્ષાનો હું સાથી ..


ચાલતા ને કામ કરતા, મોબાઈલને આપો આરામ,

સુરક્ષાને જો ધ્યાનમાં લેશુ, તો થાશે આ કામ,

સુરક્ષાનો હું સાથી ..


ખુલ્લા વાયારોથી આપણે, રહીએ સાવધાન,

સુરક્ષાનો હું સાથી તમને, રાખીશ એક સમાન,

સુરક્ષાનો હું સાથી ..


રહીએ આગથી સાવચેત, એનું કામ મહાન,

આગ બચાવના સાધનોથી, રહીએ કાયમ જાણ,

સુરક્ષાનો હું સાથી ..


પાણીનું તો એવું છે કે, લપસણો છે રાહ,

સાવચેતીથી ચાલતા રહીએ, તો થાશે આ કામ,

સુરક્ષાનો હું સાથી ..


વિદ્યુતના વાહકો તો, છે આપણા દુશ્મન,

સમજીને કામ લઈએ તો, મિત્ર બનીને અર્પણ,

સુરક્ષાનો હું સાથી ..


આપણી ટુકડી છે, આપણી કંપની છે,

એ સમાન વિચારથી, બનીએ સુરક્ષા ઢાલ,

સુરક્ષાનો હું સાથી ..


ધ્યાન આપીએ સાથે સૌનુ, તો થાશે આ કામ,

પરિવારની ભાવનાથી, કરીએ સઘળાં કામ,

સુરક્ષાનો હું સાથી ..


ભારે બોજનુ વહન કરતા, એકબીજાને ધ્યાન,

સંપથી કરશુ કામ, ભરીએ સફળતાના સોપાન,

સુરક્ષાનો હું સાથી ..


સુરક્ષા નિયમોને પાલન કરી જતન કરીએ,

નિયમોને અનુસરીને, આદર્શ સુરક્ષાકાર બનીએ,

સુરક્ષાનો હું સાથી ..


સુરક્ષાનો છું સાથી, મારું સુરક્ષા છે કામ,

સુરક્ષાને ધ્યાનમાં રાખી, કરીશ સૌ કામ,

સુરક્ષાનો હું સાથી ..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational