STORYMIRROR

Vijita Panchal

Children

4  

Vijita Panchal

Children

સુપરમેનનું સપનું

સુપરમેનનું સપનું

1 min
332

લઈને આવ્યો હું તો મારો સુપરમેનનો ડ્રેસ,

નાનાં અમથાં પગથી હું ઝટપટ દોડ્યો રેસ,


ઉડીને જાઉં ઘરના ધાબે બતાવવાં સૌને,

નાનાં ભૂલકાં દોડી આવે જોવા માટે મને,


કામ બધાનાં કરું ફટાફટ તાળી પાડે સૌ,

ઉપર ઉડવાની તો મને મજા આવતી બહુ,


આંધી આવે તોફાન આવે, મને તો કંઈ ના થાય,

સેવા કરું હું બધાંની લોકો જોઈ હરખાય,


મુશ્કેલીને દૂર ભગાવું આગળ વધીને હું,

પીછેહઠ કરું એવો નથી સુપરમેન હું,


નાનો હું તો સુપરમેન લાગું બધાંને વ્હાલો,

ઉઠીને મને મમ્મીએ આપ્યો દૂધનો પ્યાલો.



இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Children