સુપરમેન અને સામાન્ય માનવ
સુપરમેન અને સામાન્ય માનવ
સીધા સાદા અમે બધા,
સામાન્ય જીવન જીવીએ,
આનંદ કાજે અમે ફિલ્મ પણ જોઈએ,
પુસ્તક, સિરિયલ અને કાર્ટૂનની મજા માણીએ,
એ જોઈને કેટલા પુલાવી ખયાલ કરીએ,
જો હું આ હોઉં તો, કેટલી મજા કરીએ !
સુપરમેન, બેટમેન, શક્તિમાનની ફિલ્મ જોઈએ,
એ જોતાં સ્વપ્નમાં અમે સુપરમેન બનીએ,
કાશ ! સુપરમેનની શક્તિ પણ આવે,
અશક્ય કામને શક્ય બનાવી દઈએ,
ના..ના..આવા ખયાલ તો સ્વપ્નમાં જ આવે,
સાચા સુપરમેન ઘરમાં જ અમે જોઈએ,
પપ્પા મારા સુપરમેન, કેટલું કામ કરે !
સવાર પડતાં ઘરની કેવી ચિંતા કરે,
બાળકોના અભ્યાસ માટે સારી સ્કૂલ જુએ,
સ્નેહ પ્રેમની સરવાણી, જીવનમાં જોઈએ,
ઘરમાં હોય નાણાતંગી, તો પણ ના ઘરમાં કહે !
લોન લે, ઉછીના લે, પણ જિદ અમારી પૂરી કરે,
મમ્મી મારી સુપરવુમન, વહેલી સવારે જાગે,
ન્હાઈ ધોઈને ભાવતો નાસ્તો અમારા માટે કરે,
કપડા, વાસણ, કચરા પોતા, ઝપાટાબંધ કરે,
મમ્મી મારી સુપરવુમન, કેવી ઝડપથી કામ કરે !
ભાતભાતના વ્યંજન બનાવે, ઘરના સૌને ગમે,
ઘરમાં પડે નાણાભીડ, તો બચતના નાણા વાપરે,
કેવીરીતે બચત કરવી, એ મમ્મી પણ શીખવે,
ઓછા સાધને ઘર ચલાવે, ફરિયાદ ના કરે,
રાત પડેને વ્હાલ કરતી, હાલરડા પણ ગાતી,
ઘરના કાજે મમ્મી પણ, સૌનું હિત જુએ,
પપ્પા, મમ્મી ઘરના સુપર,(અમારા) આદર્શ બની જીવે,
ફિલ્મ તો ફિલ્મ છે, ઘર ઘરમાં જુઓ સુપરમેન છે,
કાવ્ય લખવાની પ્રેરણા આપતા,
મારા પપ્પા પણ સુપરમેન હતાં.