STORYMIRROR

Sheetlba Jadeja

Romance

4  

Sheetlba Jadeja

Romance

સુહાગણ

સુહાગણ

1 min
292

જ્યારે પ્રેમ કર્યો તને સમાય નહીં એટલો,

વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !

નથી મંગલસુત્ર કે માંગમાં સિંદુર,

હું તો ઈશ્વરની સાક્ષીમાં જ સુહાગણ થઈ ગઈ !


ગલીઓ ગલીઓમાં શોર છે મારો,

કે હું તો તારી જોગણ થઈ ગઈ,

વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !

મીરા જેમ કૃષ્ણની, સીતા જેમ રામની,

મસ્તાની બાજીરાવની, જોધા જેમ અકબરની,

ઈતિહાસમાં અમરપ્રેમની કહાની થઈ ગઈ,

હું તો વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


મારો દેહ અને આત્મા સમર્પિત કર્યો તને,

ત્યારે હું શીર્ષક વગરની વાર્તા થઈ ગઈ,

વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !

સાક્ષી નથી પંડિત,ફેરા,અગ્નિ કે સગાની,

ફક્ત પવિત્ર આત્માના મિલનની સાક્ષીમાં,

આજે વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


અંજામ કોઈ દિવસ વિચાર્યો નથી તને પ્રેમ કરવાનો,

પછી અનારકલી થવું પડે કે લૈલા,

હું તો આજ પુરેપુરી તને શહિદ થઈ ગઈ,

હું તો વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


જે નથી થયું એ બધાને ખબર છે,

જે થયું છે એ કોઈને ખબર નથી,

એ ગલીમાં ફળિયામાં ને ગામમાં

હું બીબા વગરની છાંપણી બની ગઈ,

આજ હું વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


એક ડગ ભર્યુ આકાશને આંબવા,

બાળપણનાં ઘરગોખલાના દીવાલની એક તિરાડ બની ગઈ,

દરવાજાનું કટાયેલું લોઢું બની ગઈ,

કોઈકની આંખોમાં વીજળીનો તાર બની ગઈ,

આજ હું વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


નથી સેજ સજાવેલી કે દૂધનો પ્યાલો,

જામનો ખાલી ગ્લાસ ને રાત મારી આજ સૌરભ બની ગઈ,

આજ હું વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


નિ:શબ્દ સમગ્ર મૌનથી સમર્પિત કર્યુ તને બધુ,

એ ફળિયાની ડાળીથી જ આજે કપાઈને રહી ગઈ,

આજ હું વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance