Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leelaben Patel

Drama

3  

Leelaben Patel

Drama

સત્ય સવાયું છે

સત્ય સવાયું છે

1 min
265


નથી બોલી છતાં દિલ કેમ તારું તો ઘવાયું છે, 

કરી દે માફ દિલ તારું હવેથી ઓળખાયું છે.


વધારે શું કહું આ પ્રેમનો રસ્તો છે કાંટાળો,

એ રસ્તે ચાલવામાં દિલ ઘણુંયે છેતરાયું છે. 


નજર નીચી કરી જોયું જરા ભીતર ઉતરડીને, 

હું સ્વીકારું હવે મારું જ મન થોડું હરાયું છે. 


નિવારણ શોધવામાં હું ઘણું ફરતી રહી જગમાં,

મળ્યું આખર મને મારી જ અંદર જે દટાયું છે. 


કદી ભાસે મને એંધાણ તારા આવવાના ત્યાં, 

ચમનના ફૂલનું જાણે અહીં અત્તર છવાયું છે.


યુગોથી સત્ય પર એક આવરણ કાયમ પડેલું છે, 

છતાંયે સત્ય આખર સત્ય છે સૌથી સવાયું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama